Picture by- KirtiDev ટીન એજ એટલે અણધાર્યું વાવજોડું! બોસ કઈ નક્કી ન કહેવાય ક્યારે વરસે ' ને ક્યારે સાફ કરી નાખે. જિંદગીનો એવો સમય છે આ જ્યાં માણશની નક્કર માન્યતાઓનો પાયો સ્થપાય છે. "આવું કરવું છે ... પેલું મેળવવું છે... ' ને આવુ હશે ' ને તેવું હશે..." વગેરે વગેરે વગેરે વગેરે. તરુણાવસ્થામાં આવેલો છોકરો કે છોકરીમાં તેના માથાના વાળ કરતા પણ વધારે ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ મનમાં હોય છે. કેટલાક કલ્પિત ભૌતિક સુખો અને દેખાડો કરવાના પ્લાનિંગ-પ્લોટિંગ મગજમાં ઘડાવા લાગે. નતનવા કુદકા મારશે , જાત-જાતના નખરાં કરશે , એવી એવી હરકતો હોય ' ને એવું ઘણું બધુ કરે પણ મળે શું ઠેંગો! " મારી પાક્કી બહેનપણી , મારો ભાઈબંધ મારો ભાઈ... તારા સિવાય કોઈ સમજતું નથી મને." એવું બધુ એકબીજાને કહે. એ ઉંમરની મિત્રતા જ કૈંક અલગ લેવલ ઉપર હોય છે યાર. તમે તમારો તરુણકાળ યાદ કરી જુઓ. ક...